Gujarati Quote in Romance by Vinay Rajan

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શું કરુ એમની સુંદરતાના વખાણ?? વરસાદી દિવસ હતો અને એનું સુડોળ અને સુંદર શરીર વરસાદમાં ભીંજાવાથી બધું આકર્ષક અને મોહિત લાગી રહ્યું હતું. મારી નજર હટાવવાની ઇચ્છા થતી ન હતી. વરસાદને લીધે ભીંજાયેલા એના સુંદર કાળા ભમ્મર વાળ જાણે એના વાળમાં હીરા જડ્યા હોય એવી રીતે ચમકી રહ્યાં હતાં અને ચહેરા પર પડેલા વરસાદનાં પાણીના ટીપા તેની સુંદરતા અને મોહકતા માં ચાર ચાંદ લગાવી રહ્યાં હતાં અને ભીંજાયેલી સાડીમાં તેને જોયા પછી તેનું સુડોળ શરીર મારા માનસપટ્ટ પર છવાય ગયું હતું અને તેની સાડીની એક બાજુથી ડોક્યુ કરી રહેલ તેની કમરનો ભાગ મને વધુ ને વધુ મોહિત કરી રહ્યો હતો. વરસાદ ને લીધી વાતાવરણ પણ નયનરમ્ય હતું. બંને એકબીજાની આંખો માં આંખ પરોવીને એકબીજાને નિહાળી રહ્યાં હતાં ત્યાં જ જોરદાર અવાજ સાથે વીજળીનો એક જોરદાર કડાકો થયો, આ સાથે જ જેમ નાનુ બાળક તેના માતા કે પિતાને વળગી જાય એવી જ રીતે મને વળગી ગઈ અને બંને એકબીજામાં ઓતપ્રોત થઈ ગયાં અને પોતાની પ્રેમની યાદોની દુનિયામાં ખોવાય ગયા. પ્રેમની દુનિયાની વાત.. પછી કયારેક...

Gujarati Romance by Vinay Rajan : 111137024
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now