નીરખવા નિજજાતને એકાદ દર્પણ દેને !
મળવું છે તારી સાથે તું તારો કર પણ દેને !
ઝાંઝવાના નીર પી પીને સાવ થાકી ગયો,
મળે જયાં જળ મધુરાં એવું આંગણ દેને.
પાનખરથી છે પનારો મારે જન્મથી સદા,
છેડાય સૂર વસંતના એવું તું પ્રાંગણ દેને.
થાકી ગયો કોકિલ પોકારી પોકારી વસંત,
પાનખરમાં બહાર લાવે એવી તું ક્ષણ દેને.
સાવ થયો નિરાશ જ્યાં દર્પણે દગો દીધો!
તું પ્રતિબિંબ તો ઠીક સાથે બિંબ પણ દેને.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '