અનુભવ.....?
સપનાં સજાયેલી રાત મજાની,
ઉડાન વગર ની જીંદગી નકામી.
અસાર પચે નહીં મુજને,
જીંદગી જીવવી એવી જે,
થોડા માં સમજાવી જાય.
મહેક તારી લોક દિલ માં
આદર્શ બની જાય.
રંગ વગર દુનિયા સુની,
ઔકાત બતાવા વાળા માણસ
ન ફાવે લબ્સ ને,
પાગલ દુનિયા ચલાવે,
ડાહ્યા ડંફાસ કરે,
જીંદગી પોતાની મશ્કરી માં ગુજારે,
આદર્શ આપણું હોય એવું,
જેના વિચારો કેરી નદી માં,
ભીંજાવવા નું મન થાય.
જીવન માં છાપ છોડી જાય આગવી,
વિચારહીન માનવી પશુંં સરીખો લાગે.
સામે કહી દેનાર મુજને પ્યારો લાગે,
હે દોસ્ત તાકાત હોય તો સામે બોલ,
પીઠ પાછળ બોલવું છે કાયર નું કામ,
શુરાતન ને લજાવે તેવા મિત્ર કામ ન કર.
દોરંગા થી દુરી બનાવ દોસ્ત,
ખુદ જીંદગી બગાડી,
તને ભરખી જાશે સદાય ને.
જીવન ની નાવ તુ આમ ડુબાવીશ માં,
શૈમી ઓઝા "લબ્સ"