એક પળ ની મુલાકાત #moralstory
વિચારું છું એમ જ કે હું તારું મન જાણું
પણ કોને ખબર આ દિલ ની તે શું વિચારે છે
નફરત પણ તારા પર જ અને લડાઈ પણ તારી સાથે
તો પણ તારા વગર એકપણ દિવસ ક્યાં રેહવાય છે
યાદ છે કંઈક તેજ મુલાકતો ની પળો
જે ક્યાં વિચરાય છે ક્યારે જીવનમાં
રસ્તા માં મળતા જ લડી પડી તું મારી સાથે
એક વાર પણ વિચાર્યું કે વાંક કોનો હતો
પણ મારો ઘમંડ પણ ક્યાં જુકે તેવો હતો
ના હું થાકતો તારાથી ના તું થાકતી મારાથી
કંઈક તો હતું જે નફરત થી પણ વધારે હતું
પણ શું તેજ ખબર થી અંજાન હતું
રોજ એક દિવસ મળતાને રોજ લડતા
જાણે લડત જ માં રમત રમાતી હોઈ તેવું લાગતું
ના દોસ્તી નો હાથ હું લબાવી શક્યો
ના દિલનો પ્રેમ જાણી કે સમજી શક્યો
ક્યાં ખબર હતી જિંદગી ને આ વાતની
કે તારા ગયા પછી મહેસુસ થા છે દિલને
ભૂલવા છતાં પણ ક્યાં ભુલાઈ છે તે પળ
એક એક દિવસની વાતો બસ એમજ યાદ આવે
કૉલેજ ની તે પળો ને આપડી દલીલો
હંમેશા તું જ જીતી જતી અને હું હારતો
તો પણ હું હાર ના માનતો ક્યારે
કંઈક તો હતું જે મને હંમેશા ના ગમતું
છતાં પણ તું તેજ કરતી જે મૅન બળતું
દિલ નો કોઈ ખૂણો તો તારા વિશે વિચારતો
એટલે જ તો તને બીજા સાથે જોઈ નોતો શકતો
બદલી ગયા દિવસો તે કંઈક આજે
જ્યાં તારી યાદોની લેહરો શિવાય કંઈજ નથી
એક પળ ની મોહબત ને થોડીક પળો ની મુલાકતો
બસ એમજ જિંદગીના કેદખાનામાં ઘૂસવાય ગઈ
ને આપડે એક અલગ દુનિયામા નીકળી ગયા.