નકારીને ઘણાં જીવે, ઘણાં સ્વીકારી જીવે છે;
ઘણાં ઈચ્છાને મારે છે! ઘણાં વિસ્તારી જીવે છે !
સવારે દશથી સાંજે પાંચ જેવું ! મોં બગાડીને;
જીવે છે જીવવા ખાતર! ઘણાં સરકારી જીવે છે !
મીઠું-મરચું ચડાવીને સવારે સૌ નવા નિકળે !
ને સાંજે જાય પસ્તીમાં ! ઘણાં અખબારી જીવે છે !
સુગર કોટેડ શબ્દો કાટવાળા કંઠથી બોલે !
ખરેખર ખૂબ ઓછા છે કે જે ખોંખારી જીવે છે.
નથી હોતી બધાને જાણ કે પાંખો છે એની પાસ!
ઘણાં પંખી ઊઘાડું પીંજરૂં શણગારી જીવે છે !......