નહોંતી કરી કલ્પના કદી તોય તમે..
કલ્પના નહીં.. બની હકીકત આવ્યા તમે...
નહોતાં દીધા.. કોલ કોઈ દી.. તોય તમે..
વગર કહ્યે વચન નિભાવતાં આવ્યા તમે..
કલ્પના નહીં... બની હકીકત આવ્યા તમે..
શું ખોયું... શું પામ્યું.. તેનો રંજ નથી મને જરીક
જે પામ્યું છે.. તેનો ઉમંગ આભ સરીખો છે મને..
કલ્પનામાં નહિ, બની જીવન મારું આવ્યાં તમે..
- અજ્ઞાત