English Quote in Shayri by બાબા સત્સંગી

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*"શું છલકાશે ?"*

આપણા હાથમાં ગરમ દૂધનો છલોછલ મલાઈ મઢેલો કપ હોય અને પીવાની તૈયારી
કરતા જ હોઈએ ત્યાંજ પાછળથી કોઈ ઉતાવળમાં આવે. તેનો ધક્કો હાથને વાગે અને છલોછલ ભરેલા
કપમાંથી ચારે તરફ દૂધ ઢોળાય જાય.

બરાબર આવું જ થાય. શા માટે દૂધ ઢોળાય?

તમે જવાબ આપશો
અરે કોઈ પાછળથી ધક્કો મારે તો દૂધ ઢોળાય જ ને ?

ના,
આ જવાબ પૂરો સાચો નથી. તમારા હાથમાંના કપમાંથી દૂધ ઢોળાય,
કારણ કે કપ દૂધથી ભરેલો હતો.
જો કપ ચાથી ભરેલો હોત તો... ચા ઢોળાત !

જે કપની અંદર હોય એ છલકાયને બહાર આવી જાય...
આ વાતમાં છુપાયેલો સંદેશ હવે સમજીએ.

સંદેશ એ છે કે
આ છલોછલ ભરેલો કપ એ આપણે છીએ.
જ્યારે જીવનમાં આપણને સમય-સંજોગ પ્રમાણે ધક્કો લાગે ત્યારે આપણી અંદર જે
હોય એ બહાર છલકાય છે.
*જ્યાં સુધી ધક્કો ન વાગે ત્યાં સુધી તો આપણે બરાબર સારા બનવાનો દંભ કરી શકીએ છીએ, પરંતુ જ્યારે ન ગમતું બને,ધક્કો વાગે ત્યારે હકીકતમાં અંદર રહેલું વ્યક્તિત્વ બહાર આવી જાય છે.*

*આપણે આપણી જાતને પૂછવાનું છે કે*

જિંદગીમાં ધક્કો વાગે ત્યારે શું છલકાશે?
શું ઢોળાશે?

આનંદ ? આભાર ? શાંતિ ? માનવતા ? વિનમ્રતા ? કે પછી ગુસ્સો ? કડવાશ ?
ખરાબ શબ્દો ? કે પછી ખરાબ વર્તન?

*આપણામાંથી કશુંક સારું જ છલકાય, ઢોળાય એ માટે જીવનને ક્ષમા, શાંતિ, આનંદ, દયા, પ્રેમ,લાગણી, સ્નેહભર્યા શબ્દો અને હકારાત્મકતાથી ભરી દો.*

પછી ભલે જીવનમાં ધક્કો વાગે
*"કશુંક સારું જ છલકાશે."?*

English Shayri by બાબા સત્સંગી : 111127981
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now