દુનિયામાં એકલો આવેલો માણસ જન્મે ત્યારથી કોઈના ને કોઈ ના સાથ માં જ રહે છે.,
અને જીવનના દરેક તબક્કે એ કોઈનો સાથ શોધતો જ રહે છે..
પણ એ ભૂલી જાય છે કે કોઈ કાયમ સાથે હોતું નથી,
જીવનની કેટલી મંજિલ એને એકલા એ જ કાપવાની હોય છે..
અને અમુક રસ્તે એણે એકલાં જ ચાલવાનું છે,
પ્રેમની શોધ માં એ જીવનથી મૃત્યુ સુધી એ ફર્યા કરે છે,
અને પ્રેમની શોધમાં જ તે એકલો પણ થઈ જાય છે!!
જ્યારે શોધ પુરી થાય છે ત્યારે તે જાણી શકે છે કે એ જેની શોધ માં આખું જીવન ફર્યો એ સાથ અને પ્રેમ તો એના ખુદના જ અસ્તિત્વમાં રહેલા હતા,
પણ, આ વાત સમજતા સમજતા એ જીવનના અંત સુધી પહોંચી ચુક્યો હોય છે!!!