કંઈ બોલ્યા વગર પણ ઘણું
કહી જાય છે આ આંખો પણ અજીબ છે.
ખુશી ના આવેશ માં છલકી ઉઠે છે
તો ક્યારેક દુઃખ ના આંસુ પણ છુપાવી લે છે
આ આંખો પણ અજીબ છે.
એક નજર થી ધાયલ કરીને જીતી લે છે દિલ
આ આંખો પણ અજીબ છે.
પલકો ઝુકાવીને શરમાય જાય તો ક્યારેક
પલકો ઉઠાવીને પ્રતિકાર કરે આ
આંખો પણ અજીબ છે.
લાગણી ની ભીનાશ, તુટેલા સપનાઓ ,
અધુરી રહેલી ઝંખનાઓ બધું જેમાં
સચવાયેલુ છે તેવી આ આંખો પણ અજીબ છે.
વિના કહે સત્ય થઈ જાય છે વ્યક્ત જેમાં
તેવી આ આંખો પણ અજીબ છે..