નાદાની હવે ભૂલ લાગે છે
મજાક હવે બેજવાબદારી લાગે છે
સાથ નહિ સલાહ વધારે મળે છે
સમય નહિ સમયનુ દાન મળે છે
નજરમા હવે ફેર દેખાય છે
સીધી નજર હવે અવળી થઈ જાય છે
લડતા ઝગડતા શબ્દો હવે મૌન છે
પ્રેમ નહિ અહમ હવે વધારે દેખાય છે
ના તું મને સમજી શકે છે
ના તું મને સમજાવી શકે છે
પરિસ્થિતિ એ જ છે સમય એ જ છે
વ્યક્તિ નહિ વાસ્તવિકતા બદલાઇ છે
પીયૂષ બારૈયા