ઘણા સમય થી એવું લાગે છે કે ,આજુ બાજુ ચારે બાજુ નકારાત્મકતા વધી રહી છે,
વ્યક્તિ વ્યક્તિ તરીકે નહિ પણ, મશીન બની ને ભટકી રહી છે.
બધાના મસ્તિષ્કમાં કંઇક ને કઈંક ચાલ્યા કરે છે,
પોતાને જ પોતાની ખોટ લાગ્યા કરે છે.
દરેક ને જે તે પરિણામ પર પહોંચવું છે ,
અને જીવનને ચિંતાના ચિત્રથી ચિતરવું છે.
ખબર નહિ શું થવા બેઠું છે,
હે ઈશ્વર, તારા વિના અમારું જીવન રેઢું છે.
કંઇક ચમત્કાર કર,
અને હેઠે ઉતર. -Anita