Quotes by patel in Bitesapp read free

patel

patel

@anita1


ગૂંચવાઈ ગયું જીવન મારું ,તારા કાળા ભમ્મર કેશમાં,
અટવાઈ ગયું મન,તારા લાગણી ભર્યા નયનમાં;
ઝંખવાઈ ગયું હૃદય,તારા ગુલાબની પાંખડી સમ અધરની સમિટમાં,
જીવન જીવી લીધું પૂરું,તને પામવાની આકાંક્ષા માં.
-@nugami

Read More

શબ્દોમાં ભારોભાર લાગણી રાખું છું,
હૃદયમાં પડેલા ઘાનો કારોબાર સાંખું છું;
શબ્દો મારા અમીર છે,
એને ન સમજનારા ને હું નાદાન માનું છું.
-@nugami

Read More

તું રસધાર છે મારી,
હું છું માત્ર એક એનું ટીંપુ;
જીવનને રંગોથી ભરી નાખવા,
જીવનને તારા સ્નેહથી છું લિંપુ.
-@nugami

Read More

જીવનમાં,
જે નથી બનતું એજ લખાય છે,
બાકી તો ક્યાં વીતેલું ભૂલાય છે.
-@nugami.

ગુલાબની પાંખડીઓમાં તું, ને કાંટાઓમાં હું,
નદીઓના મીઠાં નીરમાં હોય તું, તો ખારો દરિયો બનું હું;
ઝુકી જાઉં હું ,જો પાંપણ બને તું.
નજરાઈ જાઉં હું, જો મીઠી નજર બને તું.
-@nugami.

Read More

હૃદય નો તારો સ્પર્શ, રોમ રોમ માં ચહેકે;
આત્માથી અભિન્ન તું, શ્વાસે શ્વાસે મહેકે.
-@nugaami.

લાગણી ના મધદરિયે હું ઉભો,
એક કિનારો વેરાન છે તો,
બીજા કિનારે છલોછલ લાગણી છે છલકાય,
નથી ડૂબી શકતો કે ,
નથી તરી શકતો.
-@nugami.

Read More

જરૂરી શું છે?
દેહની સુંદરતા કે પછી આત્મા ની સુંદરતા?
કાજળ ભર્યા નયન કે પછી તેમાં છુપાયેલી મીઠી નજર!!!
મીઠા બોલ કે પછી એ બોલ ની અણમોલતા,
સારા હોવાનો દેખાવ કે,
પછી ગમે તે પરિસથિતિમાં સારા બની રહેવાનો તટસ્થ નિર્ણય,
બધું જ છે નિર્ભર,
એક સારા વ્યક્તિત્વવાળી વ્યક્તિ પર.
-@nugami.

Read More

આમ જ શબ્દો ના ઘા ન આપો,
ઘા તો રૂઝાઈ જશે,
પણ શબ્દો હૈયામાં કંડારાઈ જશે !!
માની લીધુ કે, અમે પત્થર હૃદયના છીએ,
માટે તેના પર કંડારાયેલા નિશાન જલ્દી જાતાં નથી,
અને લાગણી સિવાયની કોઈ મલમ અમને રાસ આવતી નથી.
-@nugami.

Read More

સંબંધોનો બોજ ક્યારેય લાગતો નથી,
કેમ કે,
દરેક સંબંધ કોઈ ને કોઈ લાગણી ના તાર થી જોડાયેલો જ હોય છે,
ભાર લાગે છે,તો એ સંબંધ ને આપેલા નામનો !!
જેને ગમતો મળી જાય એ ન્યાલ થઈ જાય છે,
બાકી તો સંબંધ એક નામનો જ રહી જાય છે.
@nugami

Read More