I salute my real heros who sacrifice their lives for motherland(BHARAT), they were the true people who didn't thought about their teen age life or personal life they were always in action,ready to fought, ready to die, only for their motherland.
આપણે કયારેય વિચાર કર્યો કે જેઓ એ પોતાની માતૃભૂમિ માટે બલિદાન આપી 'શહીદી' નું કફન ઓઢ્યું તેને પણ જુવાની માણવા ની શું ઇચ્છા નહીં હોય,
શું તેમના નાના બાળકો તેઓ ની રાહ નહીં જોઇ રહયા
હોય?
ને સાહેબ કેટલાંક તો પોતાની પત્ની પ્રસૂતા હશે ને બાળક ની એક ઝલક માટે તરસતા હશે,
કેટલાંક જવાનો નાં માતા-પિતા જેમ ખેડૂત વર્ષા ની મીટ માંડી આકાશ તરફ જોઇ રહેતા હોય છે તેવી જ રીતે શું તે ઈંતેજાર નહીં કરતા હોય કે ક્યારે મારો દિકરો આવશે,
પણ જયાં સુધી વાત વીર સપૂતો ની છે તો વંદન છે તેઓ ની પવિત્ર આત્મા ને,વંદન છે તેઓ ની વિચારસરણી ને કે જે નાની વય માં માતૃભૂમિ માટે ફના થવા ના વિચારો કરવા માટે પ્રેરિત કરતી હોય છે,
આજે હું મારા તમામ વીરો કે જેઓ હકીકત માં 'હીરો' હતા જેઓ એ પોતાની માતૃભૂમિ ની રક્ષા ખાતર પોતાના પ્રાણો ની આહુતિ આપી તેઓ ને મારા શત-શત નમ આંખો થી નમન,
મિત્રો, એક વાત હંમેશ યાદ રાખવી કે,
આજે આપણે સહુ કોઈ આ આઝાદી ની ખુલી હવા માં ગર્વપૂર્વક શ્વાસ લેવાની હિમ્મત કરી રહ્યાં છીએ તો તેઓ ના જ ખૂન થી રંગાયેલા કફન ના પ્રતાપે કરી રહ્યાં છીએ,
બાકી તો oxygen હોઇ શ્વાસ ચાલતા હોય, પણ આપણા પ્રાણો ની રક્ષા કરવા વાળા આ વીર સપૂતો જ જો દેશ ની રાત દિવસ રખેવાળી ન કરતા હોત તો શું આપણું oxygen ચાલતું હોત કે નહીં એ પણ યક્ષ પ્રશ્ન છે,
માં ભારતી ના વીર છોરુંઓ ને ફરી વંદન,
ઇશ્વર તેઓ ની પવિત્ર આત્મા ને પરમ શાંતિ અર્પે ને આ વિકટ પરિસ્થિતિ માં શહિદ જવાનો ના પરિવારજનો ને શક્તિ અર્પે બસ એ જ પ્રાર્થના.
જય હિન્દ,