સવાલ છે જો પ્રીત નો
તો માતા થી વધુ નથી કોઈની
સવાલ છે જો વફાદારી નો
તો સૈનિક થી વધુ નથી કોઈની
સવાલ છે જો વિદ્યા નો
તો વિધાર્થી થી મોટો કોઈ પૂજારી નથી
સવાલ છે જો લક્ષ્મી નો
તો ધંધાર્થી થી વધુ કિંમતી નહીં કોઈ કાજ
સવાલ છે જો સેવાનો
તો દાક્તર દ્વારા જીવ બચાવવાથી વધુ નહીં કોઈ
સવાલ છે જો પરિશ્રમ નો
તો મજુર થી વધારે પરિવાર ની કોઈ ને ચિંતા નહીં
સવાલ છે જો તેના સંતાનો નો
તો ઈશ્વર થી મોટો કોઈ બીજો રક્ષક નથી......
--પર્લ મહેતા