વસંત પંચમી
ધૂળથી ખરડાયેલાં ઢીંચણે ,
મોં પર જામેલી ગરીબાઈ એ,
કાદવ અને કીચડનાં રમકડે રમતી,
ટાઢ,તાપ ને પવનની યારીએ,
ખદબદ ઉભરાયેલી નિખાલસતા એ,
રડી રડીને આંસુથી ચિત્રાયેલા ગાલે,
માટીની મમતે ને શાપિત બાળપણે,
ડગમગ ડગમગ ને હકડેઠઠ બહારે,
રોજ ખીલે છે વસંત ગરીબને ઘરે !
- વિશાલ દંતાણી