નારીના અલંકાર ગણાય છે લજ્જા.
ચારિત્ર્યનો આધાર ગણાય છે લજ્જા.
સ્ત્રીસહજ નારીમાં અભિવ્યક્ત હોય,
પરદો એક વ્યવહાર ગણાય છે લજ્જા .
શોભે છે સૌંદર્ય શરમના શેરડા થકી,
સત્યનો એ આચાર ગણાય છે લજ્જા.
પૂજાય છે સુંદરતા શીલને સંયમ વડે,
માતપિતાનો સંસ્કાર ગણાય છે લજ્જા.
નૈનને ચહેરે કે વાણીથી પ્રદર્શિત થતી,
સદાચારનો આવકાર ગણાય છે લજ્જા.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.