આ કવિને હવે કૈં કહેવાય નહિ.
આમ જોઈએ તો કૈં કહેવા જેવું છે પણ નહીં.
સાવ ભોળાને નિખાલસ,
ભાળે તેવું એ કહેનારા,
સાવ સાચુકલાને નિર્દોષ,
કપોત પણ જ્યાં કપટી લાગે.
ક્યારેક ચાંચ મારેય ખરું!
ઘવાયેલા ઉરથી વરસનારા,
બહુ ઝાઝું એનાથી સહેવાય નહીં.
આ કવિને હવે કૈં કહેવાય નહિ.
હૈયાની હાજર કરનારા એ,
સત્ય સમાજને ધરનારા એ,
નિજાનંદે હોય રહેનારા ઐ,
પોતાને મળ્યું એ પીરસનારા એ,
એના અતૂટ પ્રવાહને રોકાય નહીં.
આ કવિને હવે કૈં કહેવાય નહીં.
જગતને ઝાઝું આપનારા,
જગતને તાજું આપનારા,
કશું ના સંઘરી રાખનારા,
એના દિલને દૂભાવાય નહીં.
આ કવિને હવે કૈં કહેવાય નહિ.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '