Gujarati Quote in Blog by Dp, pratik

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#ગામડા_ગામની_વાતું
#20_મી_સદી .dp,"પ્રતીક

એક દસ વર્ષની સૂકા લાકડા જેવી,નાની બાળ, મોભાદાર ગામ માં તેના દાદી દાદા સાથે રહેતી,સ્વભાવે એકદમ સિંહ જેવી દહાડતી રહેતી.

રોજ સવારે પાંચ ના સુમારે,જાગી જાય અને ઘર માં બળતણ લેવા ત્રણ ગામ ના સીમાળે, બાવળ લેવા જતી,બાવળ લેવા જાય એ પહેલા,તેના દાદા તેની પાસે માહિતી લેતા અને કહેતા.

મારો સાવજ આજ ક્યાં માર્ગે જશે??

અને એ નાની બાળ નિશાની આપતી,અને સવારે વહેલી પરોઢે,ભારો લેવા જતી,સવારે વહેલી પરોઢે,ભારો લેવા નીકળેલી દીકરી,બે મણ જેવા લાકડા લઈને બપોર ના તાપ માં માથે ભારો ઉપાડી ઘર તરફ વળતી,અને તેના દાદા ને જણાવેલ માર્ગે રૂમજુમ કરતી હાલી આવે.

માથે બે મણ નો ભાર,અને ચહેરે પસીનો વળેલો,દીકરી માર્ગ માં હાલી આવે એકલી,એવા માં તેના દાદા એક હાથ માં પાણી નો લોટો,અને બીજા હાથ ગોળ ની કાંકરી લઈને સામે આવે.

દીકરી ના માથે ભારો જોઈ દાદા બે ઘડી રડી પડતા,પણ તોય છાતી ચોળી રાખી સામે ચાલ્યા આવે,અને દીકરી ને કહેતા.

મારા સાવજ,ભારો નીચે ફેક અને આલે પાણી પી,અને એક કાંકરી ગોળ ની ખાઈ લે,હવાર ની નીકળી સે,ને બપોર થઇ ગઈ.

આ રીતે દાદા રોજ સવારે દીકરી ને માર્ગ નું પૂછતા અને દીકરી ઘરે પહોંચે એ પહેલા દાદા રાહ માં તેને પાણી અને ગોળ ખવડાવવા જતા.

એક એ સમય હતો,જયારે દીકરી એક લોટો પાણી અને ગોળ ખાય ને પણ દાદા ની વ્હાલી દીકરી કહેવાતી.

અને આજે પપ્પા ઘરે બેઠા બત્રીસ ભાત નું ભોજન કરાવે,તોય સૂકા લાકડા જેવી પિઝ્ઝા બર્ગર માં રસ ધરાવે,અને અંતે બધાને નાચ નચાવે બેઠી બેઠી.

(આ વાત છોકરા છોકરી બન્ને ને લાગુ પડે,કારણ કે આજે જીવનમાં બધી સુવિધા છે,પણ સંબધ માં એટલી જ દુવિધાઓ છે.)

Gujarati Blog by Dp, pratik : 111086566
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now