ના દેખાઈએ અમે ક્યાંય,
તો તમારા પ્રતિબિંબમાં જોજો,
ના હોઇયે અમે જો સાથ,
તો તમારા પડછાયાને પુછજો.
જોવો હોય મને તો,
થોડી ગરદન જુકાવીને દિલમાં જોજો,
રાખીને હૈયા પર તમારો હાથ,
ધડકનમાં મને અનુભવજો.
મળે કોઇને તે ક્યાંક તો,
અમારા આટલા ખબર તો કહેજો,
કરીએ છીએ આજપણ અમે તેમને યાદ એટલું તો કહેજો.