ભારતને આજે મળીએ...
રૂષિ, મુનિ અને સંત, મહંતોની મહાનતાની વાતો દિલમાં ભરીએ...
ચાલો એ અનોખા ભારતને આજે મળીએ!
રામ, કૃષ્ણ અને શિવાજી, પ્રતાપની મહાનતાની વાતો સ્મરણ કરીએ...
ચાલો એ અનોખા ભારતને આજે મળીએ!
લાલ, બાલ, પાલ અને ભગતસિંહ, આઝાદની દીવાનગી યાદ કરીએ...
ચાલો એ અનોખા ભારતને આજે મળીએ!
શાસ્ત્રી, ગાંધીજી અને સરદાર, સુભાષની અમરગાથા યાદ કરીએ...
ચાલો એ અનોખા ભારતને આજે મળીએ!
બ્રહ્મોસ, પ્રહાર અને ધનુષ, અગ્નિથી
પાક પર પ્રહાર કરીએ...
ચાલો આજે નવા ભારતને આપણે જાણીએ!
દેશ દાઝ, બલિદાન અને દેશ પ્રેમ દરેક ભારતીઓમાં જાગૃત કરીએ...
ચાલો આજે નવા ભારતની રચના કરીએ!
******
સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
સદા સંબંધો મહેકાવતા રહો...
જય શ્રી કૃષ્ણ...