અનુભુતી - 3...
આજ સુધી હું સમજી નથી શકયો કે આ બધા પ્રસંગો મારી આંખોની સામે જ કેમ રચાતા હશે? ને કદાચ રચાતા બધાની સામે હશે પણ માત્ર મને જ કેમ દેખાતા હશે?
ખેર.. વાંધો નહીં.. પણ ફરી એક જાત અનુભવ થયો છે, આપડે કહીએ છીએ ને કે સંબંધોમાં આજ કાલ કદી ન ઉકેલી શકાતી ગુંચ પડવા લાગી છે, પણ અમુક સંબંધો જ એવા હોય છે કે જેમાં ગુંચ ને કોઈ અવકાશ નથી.
ટ્રાફિક સિગ્નલ પાસે સાઈડમાં સિગ્નલ ખુલવાની રાહ જોતો ઉભો હતો, બાજુમાં ફૂટપાથ પર કોઈના જોર શોરથી બોલવાનો અવાજ સંભળાયો જોયું તો ખબર પડી કે એક ગરીબ પરિવારનો અગ્રણી જેની પાસે એક નાનકડુ લગભગ ચારેક વર્ષનું લાગતું બાળક રમી રહ્યું હતું..થોડી વાર થઈ એટલે હાથમાં રહેલી ચા ની થેલી ને કપ લઇ એને એના પપ્પાને આપ્યા.. એ માણસને લાગ્યું એને ચા પીવી હશે એને ચા કાઢીને આપી.. પણ ખરી વાત તો એવી બની કે એ એટલા નાના બાળકે એ ચા નો કપ હાથમાં લઈ પેલા એના પિતાને આપ્યો.. એ બોલી નોતું શકતું પણ એની આંખોમાં પિતાનો પ્રેમ મેં સાક્ષાત જોયો હતો...
આ પરથી મને એક વાત સમજાય કે ગમે એટલો ઘોર કળિયુગ આવશે પણ અમુક સંબંધોની પવિત્રતાને ક્યારેય આંચ નહીં જ આવે...
લી. રૂચિત પંડ્યા