સુખી લગ્ન જીવનની ચાવી.
લગ્ન એટલે બે આત્માનું મિલન, લગ્ન એટલે બે શરીરનું સાયુજ્ય.
લગ્ન જીવનનો હેતુ-
દૂધમાં જેમ સાકર ભળે, અગ્નિમાં જેમ અગ્નિ ભળે,
પાણીમાં જેમ પાણી ભળે, સાગરમાં જેમ સરિતા ભળે,
તેમ ભળીને, તેમ એક બનીને સહજીવન જીવવું.
પવિત્ર એવા લગ્ન જીવનને, તન મન અને ધનથી
એક બીજાને સુખી કરવાનો છે,એક બીજાને પ્રેમ કરવાનો.
એક બીજાના સુખ દુ:ખમા ભાગ લેવાનો, એક બીજાની સગવડ સાચવવાનો,
એક બીજાને માન સન્માન આપવાનો, લગ્ન એ કરાર છે.
લગ્નજીવનને
સમૃધ્ધ અને સજીવ રાખવા માટે, અહમ્ અને અહંકારથી દૂર રહેવું.
મતભેદ અને મનભેદથી દૂર રહેવું, એક બીજાની નિંદા કે ટીકાથી દૂર રહેવું,
એક બીજાને ઉતારી ના પાડતા, નમી જવું,શમી જવું, ને સુખી થવું."