સમયનું પૈડું પણ નીકળી પડ્યું,
મારા સપનાં પણ નીકળી પડ્યા,
જ્યારે જોયું મે ભગવાનની તરફ,
ત્યારથી મારી *ગાડી ઉપડી ગઈ*.
શિવનું નામ લઈ આગળ હું વધતો,
ગાડીની વચ્ચે કાંટાથી ગભરાતો,
સંકટ સમયમાં જોયું શિવની તરફ,
ત્યારથી મારી *ગાડી ઉપડી ગઈ*.
મારી ગાડીની વાત સમજતું કોઈ નથી,
અને આશ્વાસન તમામ પાસેથી મળે છે.
સમય થયો ખરાબ,મારી ગાડી બંધ પડી.
દુશ્મનોના ઘા થી મારી ગાડી તૂટી પડી,
શ્રદ્ધા રાખી જોયું મે મહાદેવ તરફ,
તે જ ઘડીએથી,મારી *ગાડી ઉપડી ગઈ*.
*જય સોમનાથ*