લોકશાહીને બચાવવા નાગરિક જાગૃત હોવો ઘટે.
સુશાસનને સ્વીકારવા નાગરિક જાગૃત હોવો ઘટે.
થાય છે હનન એનું ડગલેને પગલે સ્વાર્થ પોષવા,
મૂલ્યોને દેશમાં લાવવા નાગરિક જાગૃત હોવો ઘટે.
લોભ, લાલચને સ્વકેન્દ્રી વિચારો પતનને નોતરે,
સુરાજ્યને પ્રગટાવવા નાગરિક જાગૃત હોવો ઘટે.
સંકીર્ણતા વિચારોનીને અલવિદા કહેવું જરુરી,
દેશદાઝ પ્રસરાવવા નાગરિક જાગૃત હોવો ઘટે.
સત્ય અને તથ્ય વચ્ચેનો ભેદ લઈએ પારખીને,
રામરાજ્ય સ્થાપવા નાગરિક જાગૃત હોવો ઘટે.
ચૈતન્ય જોષી પોરબંદર.' દીપક '