આપણું બાળપણ તો સાલું મસ્ત હતું કોઈ મોબાઇલની માથાકૂટ જ નહોતી...
આખા ગામમાં અમે જ ટેમ્પલ રન કરતા - એક કાળું ટાયર લઈને જાણે કોઈ ફોજ surgical strike કરવા જતી હોય તેમ...
ચોમાસામાં ખૂતખુતામણી રમવા ઘણા કલાસ બંક કરતા- જોકે સાહેબે પણ મારવાનું છોડી દીધું હતું કે આનું કાઈ ના થાય...
માચીસના પત્તાથી તો અમારી સત્તા નક્કી થતી, ઉકરડામાંથી પણ પત્તા શોધતા બોલો..આ રમત વિશે તો ઘણાને ખ્યાલ જ નઇ હોય...
ધૂળમાં લોટપોટ થઈને અનેક લખોટી ભેગી કરતા એ જ તો અમારી સાચી મૂડી હતી ત્યારે ક્યાં PUBG હતી...
સોડા બોટલના ઢાંકણની ફેરકણીની ધાર તો એમ કાઢતા કે જાણે તેનાથી યુદ્ધ કેમ લડવા જવાનું હોય...
ક્લાસમાં ભણવા કરતા વધુ ધ્યાન તો recess નો બેલ વગાડવા પેલું કોણ પહોંચે તેમાં જ રહેતું...
ક્લાસમાં ભલે ઓછા માર્ક્સ આવતા હોય પરંતુ રેલી કાઢવામાં drum તો આપણે જ વગાડવાનો હો....
બાળપણમાં અમારું એક જ લક્ષ્ય રહેતું કે super mario ને તેની queen સુધી પહોંચાડવાનો છે ગમે તેમ કરીને...
અમે તો અમારું બાળપણ મોબાઇલની બહાર જ જીવ્યા છીએ,જો જો તમારા બાળકનું બાળપણ મોબાઈલ અને TV માં જ જતું ના રહે ....