Gujarati Quote in Blog by રામાશ્રય જ્યુબીલી

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જનમ ધરી માનવનોને કૈંક કરવું ઘટે.
પાથેય પરભવ તણું પ્રત્યેકે ભરવું ઘટે.

આમ તો દોડધામ અહર્નિશ પૈસાની,
માનવ સર્જનાર હરિવરને સ્મરવું ઘટે.

મોજશોખને એશોઆરામ લલચાવે,
સમય ફાળવીને પરોપકારે વળવું ઘટે.

દાન પુણ્ય યથાશક્તિ કરવું છે જરુરી,
માનવતાના મંત્રને સૌએ અનુસરવું ઘટે.

જનેજનમાં જનાર્દન નીરખીએ વખતે,
યોગી નહિ ઉપયોગી બીજાને થવું ઘટે.

ચૈતન્ય જોષી પોરબંદર. 'દીપક '

Gujarati Blog by રામાશ્રય જ્યુબીલી : 111078055
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now