Gujarati Quote in Blog by રામાશ્રય જ્યુબીલી

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઇશ્વરનો અણમોલ ઉપહાર છે ખોળિયું માનવનું.
ટાળવા લખચોરાશી ઉપચાર છે ખોળિયું માનવનું.

શ્રુતિ સદગ્રંથ માનસ જેની સાખ પૂરતાં હંમેશાંને,
સાધનધામને મોક્ષનું જે દ્વાર છે ખોળિયું માનવનું.

રંગરાગને વિષયભોગમા રહે ડૂબેલા અવિરત જે,
એનો એળે ગયેલો અવતાર છે ખોળિયું માનવનું.

સંતસમાગમને હરિભજને સાર્થક માનવદેહ છે,
પરોપકારે બસ જીવનસાર છે ખોળિયું માનવનું.

હરિશરણને દ્રઢ ભરોસો જેને ઇશ્વર તણો છે,
સદાચારે જિંદગી તહેવાર છે ખોળિયું માનવનું.

ચૈતન્ય જોષી. ' દીપક' પોરબંદર.

Gujarati Blog by રામાશ્રય જ્યુબીલી : 111076642
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now