? *ન્યાય* ?
જ્યારે ઇશ્વરથી મળે છે.
ન્યાય હરકોઈને ફળે છે.
નથી ત્યાં લાંચ કે રુશ્વત
કર્મનું ફળ ના કદી ટળે છે.
મંદિર છે એ ન્યાયતણું,
મૂંઝવણ બધાંની કળે છે.
પાપીઓ જાય થરથરી,
આખરે પરસેવો વળે છે.
હિસાબોનો એ છે પાકો,
કોઈ તરફ ક્યાં ઢળે છે ?
પવિત્રને ફળનારો છે એ,
પ્રત્યેકનું એ સાંભળે છે.
કરો અને પામો ન્યાય છે,
અટલ ક્યાં કદી ટળે છે!
*ચૈતન્ય જોષી પોરબંદર. '* *દીપક* '