Sent from Yahoo Mail for iPhone
On Sunday, December 30, 2018, 5:26 PM, Umakant Mehta wrote:
આજે લોકપ્રિય સાહિત્યકાર એ સાહિત્યકાર નથી એવા લાયસન્સ રાજની માનસિકતા પ્રગટ કરતા વિધાનો વારંવાર સાંભળવા મળે છે. કશીક સર્જકતા જોવા મળે તો વ્યક્તિનો મહિમા કરીને એની સર્જકતાને પોંખવી જોઈએ એવું વાતાવરણ નથી, પણ પ્રાચીન યુગમાં ચાલતું હતું તેવું 'કબીલા-કલ્ચર' ચાલે છે. દરેક જણ એક નાનો કબીલો લઇને બેઠો છે. એટલે સ્વાભાવિક રીતે જ સમાજ આવા સાહિત્ય અને સાહિત્યકારોથી સમાજવિમુખ બની ગયો છે.મેં બહુ પ્રયત્ન કરેલો કે સાહિત્ય આમાંથી બહાર નીકળે. સૌનો સ્વીકાર અને સૌનું સ્વાગત એવી ભાવના રાખીને કામ કર્યું, પણ કમનસીબ આનો જોઈએ એવો સકારાત્મક પ્રતિભાવ નહી મળેલો. કાશ ! આપણે હવે પણ જાગી જઈએ તો !
“જીવનને શબ્દથી શણગારવું એ પણ એક ઉત્સવ છે"
ગુજરાત ટાઇમ્સ સપ્તક પૂર્તિ (૧૪ડિસેમ્બર ૨૦૧૮) પાન S ૧૮
...ભાગ્યેશ જહા