અવાજ આપણો પરમેશ્વર સુધી પહોંચવો જોઈએ.
ને એને આપણી સત્યાર્થતાનો ભરોસો હોવો જોઈએ.
ન નામથી કિન્તુ આપણાં કર્મથી પરિચય થવો જોઈએ.
મુક્તિ દુઃખોથી મેળવવા દ્વંદ્વથી દૂરનો લ્હાવો જોઈએ.
અવાજ ભક્ત તણો મજબૂરી પરમેશની એ હોવી ઘટે,
ને નિજજનની શબ્દ એના કાને અવશ્ય પડવો જોઈએ.
મુક્તિની બુનિયાદ મનની અવસ્થા પર નિર્ભર આખરે,
વળી ક્યારેક ભાષા મૌનની ઇશ પણ સમજવો જોઈએ.
ચૈતન્ય જોષી ' દીપક ' પોરબંદર.