નવી સવાર.. નવો દિવસ... આમ જુઓ તો એક નવી તક.. ને આમ જુઓ તો એજ જૂની જિંદગી... બસ આજ છીએ આપણે.. નવા ને વધાવામાં પણ સાવ કંજૂસ... નવી તક ને માણવી તો દૂર... એની સામે જોવાય તૈયાર નથી... સવારે ઉઠતા વેંત બસ પોતાના કામે લાગવાની ઉતાવળ... મશીન જેવું જીવન.. આના પછી આ.. આના પછી આ કરવું... દિવસ માં કેટલું કરો છો એ અગત્ય નું નથી! શુ કરો છો એ અગત્ય નું છે... શુ એ કામ કરવામાં મજા લો છો? કે બસ જવાબદારી છે તો કરવું તો પડશે.. બેઠા બેઠા થોડા કોઈ રોટલા દઈ જાય! કેવા છીએ ને સાવ આપણે! કેવા શબ્દો છે આપણા! બસ જીવવા ખાતર જીવીએ છીએ... કે પછી જીવન માત્ર રજા ને દિવસે શોધીએ છીએ? જો એક વાત તો છે જ.. કે કામ તો કરવું જ પડશે એના વગર તો કઈ નહિ થાય.. તો કેમ નહિ એ કામ માં જીવન શોધીએ.. work place પર ખુશીઓ વેહચીએ.. મજા કરીએ... દરરોજ મળતા નવા દિવસ ને ઉજવીએ.. સારા વિચારો ની લ્હાણી કરીએ.. આપણા કામ ને પાક્કો દોસ્ત બનાવીએ.. સદાય હસતા રહીએ... કદાચ બહુ અઘરું હશે નહિ! આ બધું કરવું? હાહા... ચલો માત્ર રવિવાર ને જ નહીં સોમવાર ને પણ ઉજવીએ.. happy monday guys...