Quotes by Sunita Vaghela in Bitesapp read free

Sunita Vaghela

Sunita Vaghela

@sunitavaghela202614


હક બધા ને જોઈએ... જવાબદારી કોઈને નથી જોઈતી..હક માટે બહુ જ લડાઈ ઓ થાય આવું જો જવાબદારી ‌માટે લડતા થઈ જાય તો દુનિયા સ્વર્ગ સમાન બની જાય.. ખરું ને ?..

Read More

સારા શિક્ષણ નુ ધ્યેય છે :માનવી નો વિકાસ. સાચું શિક્ષણ એટલે માત્ર જ્ઞાન પ્રાપ્ત કરી ભેગુ કરી રાખવુ નહીં.. તેના ઉપયોગ થી પોતાનો તથા સમાજ નો વિકાસ માટે આ બુધ્ધિશકિત નો ઉપયોગ કરવો...

Read More

જીંદગી થેંકયુ..
સવારે ઉગતા સુર્યના પ્રકાશ ને મન ભરીને માણી શકુ.. બીજુ જોઈએ શુ...?
નિરાંતે મારા જીવનસાથી સાથે બેસીને એક કપ ચા પી શકુ..
બીજુ જોઈએ શુ...?
જેને પ્રેમ કરું છું તેના સાંનિધ્યમાં રહી શકું...
બીજુ જોઈએ શુ..?
ક્યારેક તુ મારી જોડે દાવ રમી જાય તો આજે પણ મને સાચવવા મારી મા છે..
બીજુ જોઈએ શુ..?
મારી ગોદ મા તે મારી આબેહૂબ પ્રતિકૃતિ આપી..
બીજુ જોઈએ શુ...?
- નિમિત્ત ઓઝા ના જિંદગી થેન્ક યુ પર થી મારા શબ્દો માં મારી જિંદગી માટે...

Read More

જેને જોઈને તમારા ચહેરા પર સ્મિત આવી જાય એ મિત્ર... તમે ન બોલો ને તમારા મનની વાત સમજી જાય તે મિત્ર. આવા મિત્રો બહુ જ ઓછા મળે.. તે તમારી ભૂલ તમારા મોઢા પર કહેશે. તમારી જોડે લડશે .. પણ તમારા માટે એક શબ્દ પણ નહીં સાંભળે...મિત્ર ને ક્યારેય સાચવવા નથી પડતા.. એ તો તમારા હ્રદય થી જોડાયેલા હોય છે આવા હ્રદય ના સંબંધ ક્યારેય સાચવવા નથી પડતા..

Read More