બે આત્માઓનું મિલન ગણાય છે લગ્ન.
બે વિચારધારાનું સંકલન ગણાય છે લગ્ન.
પ્રેમથી કે પરાણે ગોઠવાય છે સંબંધ અહીં,
બે જાતિઓનું સંલયન ગણાય છે લગ્ન.
પરિચિત કે અપરિચિત કોલકરાર કરે છે,
સાથે જીવવાનું છે જીવન ગણાય છે લગ્ન.
ક્યારેક વિરોધાભાસી વિચારધારા હોવાની,
પરસ્પર સાધવાનું અનુકૂલન ગણાય છે લગ્ન.
નમવું, માનવું, સ્વીકારવુંને કદી જતું કરવું,
ભૂલીને ફરી ગણવાનું લેસન ગણાય છે લગ્ન.
'હું ' માંથી ' અમે' અને અમેમાંથી ' આપણે',
કરવાનું છે અહમનું વિસર્જન ગણાય છે લગ્ન.
' આપો અને મેળવો ' એ છે એનો જીવનમંત્ર,
વસી જાય જો એકમેકનાં મન ગણાય છે લગ્ન.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '