પાલવ પકડ્યો જગજનનીનો શીદને હવે મૂંઝાવું ?
માતા સહુને રક્ષનારી મારે હવે અંતરથી હરખાવું.
આગ અસંતોષની કદી ન ભરખે હૈયે હેત પ્રગટાવું,
અમીદ્રષ્ટિ માની નિરંતર ગુણલાં મા તારાં હું ગાવું.
દ્વંદ્વ જગતનાં તું હરી લેજે સમ્યક મન કરી મનાવું,
કૃપા તારી મારે અઢળક નાણું હું તારા શરણે આવું .
ભૂલી જજે મા અવગુણો મારા અશ્રુધારે હું વિનવું,
માતા કુમાતા કદી ન થાતી હું તો પાલવ પકડી જાણું.
શરણે લેજે કરુણામયી મમતામૂર્તિ આવ્યું એ ટાણું,
ચોરાસી ફેરા દેજે સદા ટાળી હું માની મમતા માણું.
ચૈતન્ય જોષી પોરબંદર. 'દીપક '