Gujarati Quote in Blog by Dp, pratik

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#living_relationship

living relation, આ અંગ્રેજી શબ્દ બોલવા માં કેટલો સરળ અને સ્વભાવિક લાગે છે,જયારે કોઈ છોકરી છોકરો તેમાં હોય. લિવિંગ શબ્દ ને કોઈ સ્ત્રી માટે આપણી માતૃભાષા ના બદલયે(ટ્રાન્સલેટ)કરીયે તો દેશી ભાષામાં એનો શું અર્થ થાય એતો આપ પણ જાણતા હશો.ખરું ને???

આવા કેટલાય અંગ્રેજી શબ્દો છે,જેને આજ ના યુવા વર્ગ ઘણું સહજતા થી બોલતા હોય છે,અને એ શબ્દો ને પોતાના જીવન નો અભિગમ ભાગ બનાવી લેતા હોય છે.
એ લોકો ને મન માં એવું હોય છે કે આપણે ને અંગ્રેજી બોલતા આવડી ગયું એટલે આપણે હોશિયાર અને ઉચ્ચશિક્ષણ ધારી થઇ ગયા,અને આવા શબ્દો ને બિન્દાસ બોલતા હોય છે,પણ જો કોઈ શબ્દો નો જાણકાર એમને એવું કહે કે તમે જે શબ્દો ને સહેજતા બોલો છો,એ શબ્દો નો અર્થ દેશી ભાષા માં આ થાય,તો સાચ્ચું કહું કેટલાય યુગલો ના પગ નિચ્ચે થી જમીન ખસ્કી જાય,અને પોતાના જીવન ને સૌથી મોટો દૂસમન માની લે,અને શરમ ના માર્યા નિચ્ચું મો રાખી ને જીવન જીવે.

આજ ની આધુનિક દુનિયા માં અંગ્રેજી આવડવું જોઈએ સ્વભાવિક છે,અને જરૂર પણ છે,અંગ્રેજી ભાષા માં કેટલાક શબ્દો આપણી સંસ્કૃત ભાષા માંથી લેવા માં આવ્યા છે,એ પણ સારી વાત છે,છતાં બોલતા અને તેને પોતાના જીવન ની ભાગ બનાવતા પહેલા પોતાની દેશી ભાષા માં તેનું રૂપાંતર કરી લેવું જાણી લેવું કે આ શબ્દ નો મારી ભાષા માં શું અર્થ થાય અને તેનું મહત્વ કેટલું છે.

living relation માં રહેતા લોકો એવું માને છે કે,ચાર છ મહિના સાથે રહીએ તો એક બીજા ને સમજી શકીયે,જાણી શકીયે એકબીજા નું મહત્વ કેટલું એ જોઈ શકીયે પછી લગ્ન સંબંધ માં બધાંએ તો જીવન સારું અને સરળ બને,આવા વિચાર પણ સારા છે કઈ ખોટા નથી,પણ આ સંબંધ માં બંધાયા પછી એ પણ જાણવું કે,આજે જે શબ્દોથી તમે એકબીજા માં મોહયા છો,એકબીજા ની સારસંભાળ થી પ્રેરિત થયા છો,એ વસ્તુ જીવન ભર એક સરખી નથી રહેવાની ક્યારેક જીવન માં ચળવળ આવશે,મન દુઃખ થશે,આજે જે તમે એકબીજા ની સહજતા થી care કરો છો,એ care લગ્ન પછી ઓછી થઇ જશે,કારણ કે,"પરિવર્તન પ્રકૃતિ નો નિયમ છે" આજે જે છે એ કાલ નથી,એમ માણસ નો આજ નો સ્વભાવ વાણી વ્યહવાર આવતી કાલ બદલાઈ જશે.

તો આજે જે સમજણ થી તમે લિવિંગ માંથી loving relation માં આવ્યા છો,એ સંબધ કાયમ રહેવો જોઈએ ભલે પછી પીવા માટે પાણી પણ ના મળે પણ જે વિશ્વાસ થી સંબધ બાંધ્યો છે,ઘર ના સાંભયો સાથે લડી જગડી ને living relationship માં બંધાતા છો એ કાયમ રહેવો જોઈએ અને દુનિયા ને જણાવવું જોઈએ કે તમે જે નિર્ણય લીધો હતો એ ખરેખર સાચ્ચો હતો.

પણ અફસોસ છે કે આવા living relation માં ચાર છ મહિના રહ્યા છતાં પણ,સંબધ ટકતો નથી અને,જીવન માં સહુથી મોટી મૂર્ખામી કરી બેસે છે.

જે લોકો આ living relation માં રહીને પણ સંબધ સાચવી નથી શકતા,એ લોકો માટે તો હું એકજ વિચાર ધરાવું છું કે,આ લોકો ને અંગ્રેજી ભાષા નું ભૂત વળગેલું છે,કારણ કે living શબ્દ નો અર્થ જાણ્યા વગર તેમાં ઉતરી જાય અને પછી છેલ્લે મૂર્ખ બની ને બાહર આવે અને જગ હાસ્ય નું કારણ બને.

એટલે જ કહું છું અંગ્રેજી ભાષા નું મહત્વ છે,પણ પોતાની દેશી ભાષા માં તેનો અનુવાદ કરીયા બાદ તેમાં ઉરવું,પછી જુવો રિઝલ્ટ સારું જ આવશે graduate તેનું સન્માન કરો.

Dp,"પ્રતીક"

Gujarati Blog by Dp, pratik : 111061895
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now