સૌથી મોટો શિક્ષક બની જીવનમાં આવે છે અનુભવ.
કરી કસોટી આંકરીને કેટકેટલો સૌને તાવે છે અનુભવ.
સાવ સાચી સલાહ હોય છે અનુભવના પાથેયમાં સદા,
જીવન જીવવાની રીતને આખરે સમજાવે છે અનુભવ .
પારકાં કે પોતાનાં સમયે નીરક્ષીરવત કરી દેનારો છે એ,
આપીને મેળવવાની જગની રીત બહાર લાવે છે અનુભવ.
નથી એ જરુરી કે પ્રત્યેક ઇચ્છા અનુભવ બનીને રહે,
સંતોના જીવનમાં હરહંમેશ એને બસ ફાવે છે અનુભવ.
ઘડતર જીવનનું કરનારું એ અદભુત પરિબળ બને છે,
સાચાં કે ખોટાંની પરખ ભલભલાને કરાવે છે અનુભવ.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '