#AJ Devanshi
# મોર્નિંગ મજા
હું દીપ બની જ્યોત જગાવું તારા ઉંબરે
હું ફૂલ બની મહેક ફેલાવું તારા ઉંબરે
ચાહત છે ખાલી પ્રેમ ના એક ટીપાં ની,
હું લાગણી નો ધોધ વરસાવું તારા ઉંબરે...
દેવાંશી ની વાતો ગુંજે મારા કાન માં,
તો ખુદ ને થોડું ઓળખવાનું શરૂ કરું તારા ઉંબરે
મહામૂલી થોડી ક્ષણો ને ખુદ માટે પણ જીવું,
ને ખરા અર્થ માં જીવન સાર્થક કરું તારા ઉંબરે!!!