2018 નો છેલ્લો મહિનો... કદાચ હવે તો પુરા 30 દિવસ પણ બાકી નથી રહ્યા... તરીખો બદલાય... વરસો બદલાય... જીવન માં પણ નાના મોટા ફેરફાર આવે... પણ આમ તો બધું એમનેમ જ ચાલે રાખે... અમુક લોકો ઉમેરાય ને અમુક ની બાદબાકી થાય... કયાક વાતો તો ક્યાંક વિવાદ થાય...અનુભવો શિક્ષક નું કામ કરે છે... સંજોગો જીવન ના બોધપાઠ આપી જાય છે.. સબંધો ક્યારેક દર્દ તો કયારેક મલમ નું કામ કરે છે... આ બધાય વચ્ચે અમુક અંગત જે આપણ ને સાચવી જાય છે..આમ તારીખ રૂપી પાનુ તો રોજ ઓછું થતું રહેશે અને જીવન માં ઉમેરાતું રહેશે યાદો, અનુભવો, પ્રયત્નો , હાર, જીત, પ્રેમ, નફરત... આવું કેટલુંય...તો આજ થી એક નિયમ બનાવીએ વધુ કઈ નહિ પણ રોજ ની 15 થી 20 મિનિટ માત્ર પોતાની જોડે વિતાવીએ... પોતાનું મૂક્યાંકન કરીએ .. પોતાને સુધારીએ... પોતાના માં આત્મવિશ્વાસ વધારીએ... અને છેલ્લે... પોતે જ પોતાને સ્વીકારીએ...