Gujarati Quote in Blog by Dp, pratik

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મીઠા બોલેલા ઘણા સંવાદ પણ,
ક્યારેક વિખવાદ ઉભા કરી નાખે.

બોલે એના બોર વહેંચાય,

આ કહેવત નું માન રાખનારા એટલું વધુ બોલતા હોય છે,કે ક્યારેક કોઈ ને એવું લાગી જાય કે,આ લપીલો માણસ છે,બૌ લપ કરે છે,તો કોક ને એવું લાગે કે આ કેટલું મસ્ત બોલે છે,આની સાથે સમય સારો પ્રસાર થાય આવું માની તેની સાથે વાતો કરતા હોય છે,અને અંતે શું થાય કદાચ સંબંધ પાકો થાય અથવા તૂટી જાય.

"ન બોલવા માં નવ ગુણ"

આ કહેવત નું માન રાખનારા ઓછું બોલે,પણ સારું જ બોલે,તેના એક એક શબ્દ સમજવા જેવા હોય છે,એના દરેક શબ્દ માં વધુ પડતી શીખ હોય છે,જીવન જીવવા ના નિયમ હોય છે,સારા નરસા નું ભાવ વ્યક્ત કરતા શબ્દો હોય છે, પણ એ લોકો ના સાથી બહુ ઓછા હોય છે,કારણ કે આમાં ગુણ શબ્દ આવ્યો છે,અને બીજા ના દ્વારા જ્ઞાન મેળવવું એ આપણા સ્વભાવ માં નથી હોતું,સાચ્ચું ને? ઘણા લોકો ને તમે શીખ આપો તો એ તમારું અપમાન જ કરશે,કારણ કે ઓછા શબ્દો માં શીખ જ મળે,મીઠાસ ના મળે,એટલે એનું માન પણ ઓછું હોય અને એના પર એક બિરુદ પણ આપેલું હોય"મીંઢા માણસ"નું ઓછું બોલે એને લોકો મીંઢા જ કહે છે.

મારા મતે આ બે કહેવત માં આ તફાવત છે,તમારો મત શું છે તમે જાણો.

????????????

Gujarati Blog by Dp, pratik : 111056387
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now