એક દિવસ હું ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો. સામેની સીટ પર એક મહિલા પુસ્તક વાંચી રહી હતી અને બાજુમાં તેમનો પુત્ર પણ પુસ્તક વાંચી રહ્યો હતો. મેં કુતૂહલ પૂર્વક પૂછી લીધું. "બહુ સરસ બહેન, આ મોબાઇલના યુગમાં તમે અને તમારો પુત્ર પુસ્તક વાંચો છો !." તેમણે બહુ જ નમ્રતા પૂર્વક જવાબ આપ્યો જે સાંભળીને એક શિક્ષક તરીકે હું દંગ રહી ગયો. , તેમ કહ્યું કે "આજની પેઢી ક્યાં આપણું સાંભળે અથવા માને છે, તે તો ફક્ત આપણી નકલ કરે છે."