હા.. હું સમય છુ.. હું સારો તો તમારી પાસે માણસો જ માણસો તમને ખૂબ પ્રતિષ્ઠા,માન, શાબાશી, વાહવાહી મળે.. તમે ફુલાઈ જાવ. હુ કેટલો હોશિયાર , તમે ઊંધા નાખેલા સીધા પડે.. અને એકાએક હુ મારૂ ચક્ર ફેરવી લઊ. તમારી પાસેથી એક એક માણસ ભાગવા માંડશે. આપણા જ આપણને વાહ વાહ ની જગ્યા એ ખામીઓ ખોતરી ખોતરી ને બતાવશે. શાબાશી ને જગ્યાએ દોષ કાઢશે. તમે ગભરાઈ જશો. મે આવુ તો શું કર્યું? તમે દુઃખી થઈ જાવ છો માણસો અને ભાગ્ય નો દોષ કાઢવા લાગો છો. અરે ગભરાઈ ગયા...શુ તમે પણ , સાવ, આવા? તમને ખબર નથી હુ તો મારુ ચક્ર ફેરવતો જ રહુ છુ. ભરોસો છે ને મારા ઉપર હુ સારો થઈ ને જરૂર પાછો આવ્યો. રાહ જોશો ને? સમય ની બીજા કોની?...