દીકરી અને વહુમાં શું ફર્ક છે..????
આ લેખ વાંચ્યા પછી જીવનભર કોઈ પણ દીકરી દુઃખી નહિ થાય
દીકરી અને વહુમાં શું ફર્ક છે…??? ચાલો જોઈએ મસ્ત મજાનો આર્ટિકલ….બધાને વાંચવો ખૂબ જ ગમશે….દીકરીએ એક જ છે પણ એને કેટલી બધી રીતે જોવામાં આવે છે.આ પારખવામાં આવે છે..
સૌપ્રથમ જન્મ થાય છે. એટલે કે કોઈને ઘરની દિકરી બને છે. પછી મોટી થાય છે ત્યારે તે કોઈના ઘરની વહુ બને છે. પત્ની બને છે. સાસુ બને છે. નણંદ બને છે ભાભી બને છે. વ્યક્તિત્વ એક જ છે પણ સમય સાથે તેનું સ્વરૂપ બદલાય છે.
– દીકરીએ કુળના વંશ છે.તો પણ વહુ પણ એ કુળના વંશ જ છે…
– દીકરી સવારે late ઉઠે તો ચાલે પરંતુ વહું સવારે લેટ ઉઠે એ ન ચાલે..
– દિકરી જીનસ પેરે ચાલે,કારણ કે મોર્ડન જમાનાની છે પણ વહુ જીન્સ પહેરે ન ચાલે કારણ કે અમારા સમાજમાં સારું ના લાગે..
– દીકરીને ઍક્ઝામ હોય તો વાંચ બેટા જ્યારે વહુની એક્ઝામ હોય તો તરત જ કે આટલું કામ પતાવીને વાંચવા બેસજેને…
– દીકરીને જન્મવા બનાવતી વખતે ભૂલ પડે તો ચાલે પરંતુ વહુને જમવા બનાવતી વખતે ભૂલ પડે તો તરત જ કહી દે કે તને આટલું નથી આવડતું…
– દીકરી સાસરે જાય ત્યારે રોજ phone થાય., પરંતુ વહુ જો કોઈ દિવસ પિયર જાય ત્યારે phone થાય છે..?
– જ્યારે કોઈ મહેમાન ઘરે આવે ત્યારે દીકરીને બદલે તેની મમ્મી પાણી લાવશે તો કોઈ-કઈ જ નહિ પૂછે પરંતુ જ્યારે વહું પાણી નહીં આપે તો ત્યારે 10 પ્રશ્નો પૂછશે…
– દીકરી જ્યારે જોબ પરથી આવે ત્યારે મમ્મી તરત જ બોલે કે ચલ બેટા આરામ કર જમવાનું થાય એટલે તેને કહુ, પરંતુ જ્યારે વહું જોબ પરથી આવે ત્યારે જમવાનું બનાવું પડતું હોય છે..
– dikri કોઇ એક કામ કરે તો તેની વાહવાહ થાય ત્યારે વહું એક કામ બાકી રાખે તેને દસ વાર કહેવામાં આવે કે તું આ કામ નથી કરતી અને વારંવાર મહેણા ટોણા મારવામા આવે
– દીકરી પોતાના કામમાં બીઝી હોય ત્યારે કોઈ કંઈ જ નહીં પૂછે, પરંતુ વહુ જ્યારે બીઝી હશે ત્યારે તરત જ કહેશે તો તુ અમને ટાઈમ નથી આપતી..
-દીકરી જ્યારે બીમાર હોય ત્યારે તેને બહુ care કરવામાં આવે પરંતુ જ્યારે વહું બીમાર હોય ત્યારે આટલી બધી care નથી હોતી..
– દીકરીના આંસુ ની વેલ્યુ થાય છે પરંતુ વહુ ના આસુની વેલયુ કોઈ નથી કરતુ….
-દીકરી ઉપર કોઈપણ પ્રકારની આશા નથી રાખી શકતા તો વહુ માટે કેમ આટલી બધી આશા રાખવીે કે આ કરશે તે કરશે..
.દિકરી દુખી થાય છે ત્યારે માબાપના આંખમાંથી પાણી આવી જાય છે તો એવું કેમ નથી વિચારતા કે વહુ પણ એક ઘરની દીકરી છે
દીકરી ની ભૂલો આપણે નથી શોધી શકતા તો કેમ ટ્રાય ન કરવો જોઈકે વહુઓની ભૂલ પણ આપણે ન શોધવી જોઈએ
દીકરી વહાલનો દરિયો છે.દીકરી પિતા માટે ધબકતું હૃદય છે. તો વહું પણ બીજા ઘરની દીકરી છે
મેરેજ કરેલ આવેલી છોકરીમાં મેચ્યોરિટી તો હોય જ તો તમે કેમ તેને બાંધવા માંગો છો.