*" મોંઘવારી "*
મોંઘવારી હાય હાય રે આ કેવી મોંઘવારી?
મારી તાવડી તડકા લે, આ કેવી મોંઘવારી?
ઘરે ઘરે પોકાર પડે,
રોજ રામાયણ થાય, આ કેવી મોંઘવારી?
ગેસ નો તો કકળાટ ઘણો,
રોજ ભાવ વધે આ કેવી મોંઘવારી?
છતે રૂપિયે વસ્તુ કોઈ મળતી નથી,
એવી રોજ ની છે મોકાણ, આ કેવી મોંઘવારી?
નથી જીવન નો જોગ હવે ઝાઝો રહ્યો,
કોણ જાણે થાશે શી વલે? આ કેવી મોંઘવારી?
"ભાવના " દયાળુ દાદા મહેર કરે તો,
દશા દેશ ની તો જ ફરે, આ કેવી મોંઘવારી?????