# નીર....
નીર છું હું નીર....
પારદર્શક નીર છું હું....
નથી કોઈ રૂપ મારું....
કે,
નથી કોઈ રંગ મારો....
કે,
નથી કોઈ આકાર મારો....
કે,
નથી કોઈ સ્વાદ મારો....
જેવા છો તમે....
રંગે રૂપે આકારે ને સ્વાદે....
એવી જ છું હું....
જશો તમે બદલાઈ તો....
હું પણ જઈશ બદલાઈ....
હોય શકો તમે અપારદર્શક....
પણ હું તો છું નીર....
સદાય માટે પારદર્શક જ....
# સાંઈ સુમિરન....