Gujarati Quote in Blog by Dr Sagar Ajmeri

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#LoveYouMummy



વહાલી મા,

હે સ્વર્ગથી પણ ચડીયાતી મા, મારા પ્રત્યેક શ્વાસ તારા ઋણી છે. મારા જીવનની પ્રત્યેક સફળતા માત્ર તારા આશીર્વાદનું જ પરિણામ છે. મને સહેજ પણ ઠોકર વાગતાં તારા મોંથી સરી પડતાં “ખમ્મા” શબ્દ કેમ કરી વીસરુ? ઘરના ખૂણે તારી આંખથી કેટલીયે વાર એકલવાયું ચોમાસુ વરસ્યું હશે, પણ મારા ચહેરા પર તો તે કાયમ સ્મિત જ આપ્યું..! જીવનમાં કોઇથી તરણા પેઠે હડસેલાતા તારી મમતાના ટેકે જ ઊભો થતો રહ્યો છું. સદૈવ તારા સ્મરણ માત્ર મારું તીર્થધામ.! તારા પ્રેમનું ઋણ ચૂકવવું તો સ્વયં ભગવાન માટે શક્ય નથી, તો મારી શી વિસાત? પુન: પુન: તારા ખોળે જ જન્મુ તે અભ્યર્થના.



તારો વહાલસોયો

Gujarati Blog by Dr Sagar Ajmeri : 111043449
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now