Gujarati Quote in Whatsapp-Status by Umakant

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પિતૃ દિને પિતાને અંજલી.
'"બાર હાથનું ચીભડું અને તેર હાથનું બી "
પિતાનું સુખ જોવા માણવાનું સૌભાગ્ય પામી શક્યો નથી. હું હજુ મારી દસમી વર્ષગાંઠની ઉજવવાની શરૂઆત કરૂં ત્યાં તો તેઓ તેમના પિતાને મળવા સ્વર્ગલોકમાં પહોંચી ગયા હતા. તેમના ઉમદા સ્વભાવની વાતો મારા માતૃશ્રી તથા મોટા ભાઈ બહેનો દ્વારા સાંભળેલી વાતોને યાદ કરી તેમને અંજલી આપવાનો આ નમ્ર પ્રયાસ છે.

આશરે ૧૯૩૫ના અરસાની આ વાત છે. તે સમય હતો સોંઘવારીનો. વાહન વ્યવહાર ફક્ત બળદ ગાડાનો હતો. આથી ઉપમા પણ તેની જ હોય તે સમજી શકશો. રૂપિયાની સરખામણી ગાડાના પૈડા સાથે થતી, કારણ કે સ્કુટરનો તો જન્મ પણ થઓ નહોતો તેથી તેના પૈડાનો તો સવાલ જ નહોતો.

મારા પિતાની બેઠક રાયપુર ચકલામાં મગનલાલ પાનવાળાની દુકાને. મગનલાલને પાનબીડીની ખાસ આવક નહિ તેથી સાઈડ બીઝનેસ તરીકે લોટરી ટીકીટ, સ્કૂલ કોલેજનું સાહિત્ય, નોટબુક, રબર પેન્સીલ વગેરે રાખી વેચાણ કરે. આ સમય લોટરીનો હતો. લોકો લોટરી લઈ પૈસાપાત્ર થવાના લોકો સ્વપ્ના જોતા.એ સમયે 'ડરબી' ની લોટરીની બોલબાલા હતી. મારા પિતાને મગનલાલે 'ડરબી'ની રૂપિયા એકની લોટરી બઝાડી હતી. ઘેર કોઈને ખબર નહિં.

મહિના પછી તેનું પરીણામ જાહેર થયું અને રૂપિયા ૨૦૦/ -નું ઈનામ લાગ્યું. મગનલાલે જાહેરાત કરી કે તેને ત્યાંથી ખરીદેલી લૉટરીને રૂ.૨૦૦/- નું ઈનામ શ્રી વિષ્ણુભાઈને મળે છે. તે જમાનામાં રૂ ૨૦૦/ એટલે "અમીતાભ બચ્ચન ના કોન બનેગા કરોડપતી” જેવી વાત! સગા વહાલાં અને સૌ ઓળખીતા પારખીતા સૌ અભિનંદન આપવા દોડી આવ્યા.

"વિષણુભાઈ તમને ઈનામ લાગ્યું તો અમને કઈં નહિ? અમને પણ મ્હોં મીઠૂં કરાવો. અમને પણ સાડી અપાવો" તેમના બહેને માંગણી કરી. વિષ્ણુભાઈનો સ્વભાવ સૌ જાણે તેમણે કહ્યું "સારું જાવ સાંકળચંદની દુકાનેથી લઈ લેજો." લોકો બારોબાર સાંકળચંદની દુકાને જઈને પોતાને મનગમતી સાડી લઈ રાજી થયા.

વિષ્ણુભાઈનું ખાતું સાંકળચંદને ત્યાં ચાલે. બે આંખની શરમનો જમાનો હતો. કોઈ ચીઠ્ઠી ચપાટી માંગે નહિ, માણસની આબરૂ ઉપર લેવડદેવડ ચાલે. વાત વા એ ચાલી. એક પછી એક બહેનો તથા આડોશ પડોશના સૌએ સાંકળચંદની દુકાનેથી સાડી લઈ ખુશ થયા.

તે સમય સરકારી ખાતાઓમાં માસિક પગાર થાય. ઉધારી વાળા, એટલે અનાજ કરીયાણાવાળા, કાપડિયા,દુધવાળા,પેપરવાળા પોતપોતાના બીલ મોકલી આપે.મહિના પછી સાંકળચંદે રૂ/ ૨૫૦/-નું બીલ ઘેર મોકલ્યું.

મારા મમ્મી તો અચંબો પામ્યા, "મેં તો આટલી ખરીદી કરી નથી તો આટલું મોટું બીલ કેમ?"

સાંકળચંદે બધી વાતનો ફોડ પાડ્યો, કે "વિષ્ણુભાઈને લૉટરીમાં ઈનામ લાગ્યું હતું તે બધી બહેનોને સાડીઓ ભેટ આપી હતી"

મોટાભાઈ ઘેર આવ્યા ત્યારે તેમણે સાંકળચંદના બીલની વાત કરી. બીલનો આંકડો જોઈ તેઓ પણ વિચારમાં પડ્યા.

લૉટરીનું ઇનામ રૂ ૨૦૦/ નું અને સાડીનું બીલ રૂ/ ૨૫૦/- નું '"બાર હાથનું ચીભડું અને તેર હાથનું બી "

તેમણે લોટરીના ઈનામની વાત કરી, અને તે નીમીત્તે બધી બહેનોને સાડી અપાવી હતી. અમારા માતા- પિતા વચ્ચે પ્રેમનું સાયુજ્ય એવું કે કોઈ દિવસ ખટરાગ ન થાય. બહેને કહ્યું કે કશો વાંધો નહી ઈનામના તો રૂ ૨૦૦ આવ્યા જ છે ને, વધારાના રૂ ૫૦ ની વ્યવસ્થા થોડી કરકસર કરી ચલાવી લઈશું.

આ છે મારા માતા- પિતાના મધુર દાંપત્યની તથા પિતાના ઉમદા ઔદાર્ય સ્વભાવની વાતો તેમને અંજલી સ્વરૂપે.

Gujarati Whatsapp-Status by Umakant : 111041970
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now