તારું મારા જીવનમાં હોવું જ એક સોહામણો અહેસાસ છે
ભલે આપણે સાથે નથી, ભલે આપણે પાસે નથી,
તોય તારામાં જ ખોવાયેલા રહેવું એક સોહામણો અહેસાસ છે
રોજ સવારે ઉઠી તારું સ્મરણ, રાત્રે આંખ મીંચતા સુધી તારી યાદ
સપનાંમાં પણ તને જ નીરખ્યા કરવી એક સોહામણો અહેસાસ છે
ના સ્પર્શ તારો યાદ છે, ના મુલાકાતોના કોઈ પુરાવા
આ દિલનું તારી તરફ જ ઢળ્યા કરવું એક સોહામણો અહેસાસ છે
#શ્યામ
#વહેલી સવારની યાદ