પહેલા જમાના માં નવરાત્રિના તહેવારે તે સમયે ગરબા થોડાક દેશી ટાઇપના ગવાતા હતા...
પણ ખરેખર એ સમયે ઈચ્યુલી ગરબા હતા એક ખુરશીમાં અંબામાતાનું એક ફોટો મૂકતા અગરબતી કરતા ને માટી ના માટલામાં દીવો કરતા
આઠ દસ બહેનો ગરબા કરતા ને મોટી ઉંમરના લોકો એક બાજુ બેસીને ગરબા નિહાળતા
ના ઠોલ ના નગરું કે ના માઇક ...
ફક્ત સૌની તાળીઓનો અવાજ રહેતો
ખરેખર માતાજીના ગરબા ગવાતા
પછી તો ઢોલ નગારા આવી ગયા પછી માઇક ને ડીજે આવી ગયા ને હવે ગરબા ગાનારા પણ આવી ગયા
ને આજના ગરબાઓમાં ચાર ચાંદ લાગી ગયા પહેલા જમાનામાં ખાલી ત્રણ ટાલી ગરબા જ હતા, બે ટાલી ગરબા હતા જ નહિ! આજકાલ તો બે તાલી ગરબા હોય તો જ લોકોને ગરબા ગાવાની મજા આવે.
આજના ગરબામાં માતાજી નું નામ ઓછું હોય ને ફ્લિમી ઠબ વધુ હોયછે
દરેક ગરબાઓમાં ડોલા રે ડોલા રે વધુ સાંભળવા મળેછે
ભાઈ આજનો જમાનો પહેલા ના જેવો નથી આજે નવો જમાનો છે ને નવી પાવભાજી ની પેઢી છે .
સમય સમયનું કામ કરેછે મોર્ડન જમાનો ને મોર્ડન છોકરા છોકરીઓ છે.
અમારો સમય અલગ હતો ને આજનો સમય અલગ છે કઇક તો બદલાવ હોય શકેછે જે અમે સ્વીકારીએ છીએ
હું તો ગરબા જોતો નથી ઘણા વરસો વીતી ગયા ગરબા જુવે પણ ઘરની બારીમાંથી અચૂક સાંભળી લઊછુ .
નાચો ગાઓ ગરબે ઘૂમો તમારી સ્ટાઈલમાં.....
જય અંબે....
હર્ષદ પટેલ.