@થાય છે..
કોણ જાણે કેમ એવું થાય છે.
હૈયું હિલોલે ચડી જાય છે.
રાહ જોતા હતા જન્માંતરોથી,
એ રસ્તા વચ્ચે મળી જાય છે.
કાળની કેડી સૂની કયાં કદી ?,
દેવ જેવા પળમાં ઢળી જાય છે.
હતા જે ક્યારેક અંગત,
હાથ ઉંચો કરી વળી જાય છે.
જો કૃપા વરસે જગત પિતાની,
આગ પીડાની ઠરી જાય છે.
#cp ..