બહુ પ્રેમની ચર્ચા ન કર,
થયો હોય તને તો ગર્વ ન કર,
ન થયો હો તો બહુ ઇર્ષા ન કર,
બહુ પ્રેમનો ઉદ્દઘોષ ન કર,
બરાડા પાડી એને જાહેર ન કર,
બીજાએ કર્યો હોય તેનો વિરોધ ન કર,
જોઈને કોઈને થઈ ગયો એવો વહેમ ન કર,
'મરી જઈશ' એવી નબળી વાત ન કર,
પરવરીશ ને સાબિત વાહિયાત ન કર,
ચોરે ને ચૌટે એની રજુઆત ન કર,
પવિત્રતાને એની આમ ખાક ન કર,
થાય એક બે વખત પછી રેકોર્ડ પાર ન કર...